૬ રોકાણ શરૂ કરવાની અને વધારવાની યોજનાઓ

૬ રોકાણ શરૂ કરવાની અને વધારવાની યોજનાઓ

tips on how to start and increase investment

પૈસાનું રોકાણ કરવાની અલગ અલગ રીતો હોય છે. જેમકે,પી.પી.એફ(PPF),મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund),રીકરીંગ ડીપોઝીટ(Recurring Deposit) વગેરે. તો આપણે પૈસાનું રોકાણ કરવાની અલગ અલગ રીતો વિષે જાણીશું.

તો ચાલો રોકાણની એક પછી એક રીતો જાણવાનું શરૂઆત કરીએ.

રોકાણ કરવાની યોજનાઓ:

  •  ફિક્સ ડીપોઝીટ
  •  મ્યુચ્યુઅલ ફંડ
  •  પી.પી.એફ (Public Provident Fund)
  •  રીકરીંગ ડીપોઝીટ
  •  આઈ.પી.ઓ (Initial Public Offering)
  •  એન.પી.એસ (National Pension System)
રોકાણ કરવાની જુદી જુદી યોજનાઓ:
૧. પી .પી .એફ
૨. રીકરીંગ ડીપોઝીટ
3. ફિક્સ ડીપોઝીટ 
૪. આઈ.પી.ઓ
૫. એન.પી.એસ
૬. મ્યુચ્યુઅલ ફંડ
૭. સોનું
૮. શેર બજાર

રોકાણ કેવી રીતે શરૂ કરવું અને વધારવું તેની યોજનાઓ:

૧. વહેલાં રોકાણ શરૂ કરો 

આપણે કમાતા હોઈએ ત્યાં એવી ઈચ્છા થાય કે આપણે થોડા પૈસા વાપરીએ પણ તેમાંથી દર મહીને થોડું થોડું કરીને પૈસા બચાવવાની ટેવ પડવી જોઈએ.

જેટલું શક્ય હોય તેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. જેથી જેટલું વહેલું શરૂ કરીએ તેટલું ભેગું થાય.

ગુજરાતીમાં કહેવત છે કે – ટીપે ટીપે સરોવર ભરાય

૨. સોશિયલ મીડિયાના પ્રચાર-પ્રસારને સાંભળશો નહી

હાલના સમયમાં સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીલ્સ બનાવતા હોય છે તેનું અનુકરણ કરીને આપણે રોકાણ ના કરવું જોઈએ.

અમુક લોકો કોઈવાર તેમના ફાયદા માટે આપણને ગેરમાર્ગે દોરી શકે છે.

એમાં જ રોકાણ કરવું જોઈએ જેની વિશે આપણે જાણતા હોઈએ. બધાની જોખમ કરવાની ક્ષમતા અલગ અલગ લેવલની હોય છે.

3. તમારાં પૈસાનો હિસાબ રાખો

અપણે દર મહીને પૈસા ક્યાં વાપરીએ છીએ તેનો હિસાબ રાખવો જોઈએ જેથી આપણને ધ્યાનમાં રહે કે આપણે ક્યાં ક્યાં પૈસા વાપરીએ છીએ.

આ કરવાથી આપણે જાણી શકીએ કે આપણે ક્યાં પૈસા ખોટા વાપરીએ છીએ. 

જેથી તેને બચાવીને તેનું રોકાણ કરી શકીએ અને ખોટા પૈસા વપરાતા અટકાવી શકીએ છીએ.

૪. દેખાડો કરવા માટે પૈસાનો ઉપયોગ કરશો નહી

આપણી જે આવક છે તેમાંથી પૈસા બચાવવા જોઈએ લોકોને બતાવવા માટે તેનો ઉપયોગ ના કરવો જોઈએ.

આપણી જેટલી ક્ષમતા હોય અને આપણે વહીવટ કરી શકીએ તેટલા જ પૈસા વાપરવા જોઈએ.

૫. તમારી મિત્રતા અને રોકાણને અલગ રાખો

જ્યાં રોકાણની વાત આવે ત્યાં મિત્રતા અને રોકાણને અલગ રાખવું જોઈએ કેમકે ગણા મિત્ર એવા પણ હોય છે કે તેઓ તેમનો ફાયદો વિચારતા હોય.

કોઈ આપણેને રોકાણ કરવાની સલાહ આપે તો પહેલા આપણે જાતે એની પર શોધ કરવી જોઈએ અને પછી જ તેનો અમલ કરવો જોઈએ કેમકે પૈસા એવી વસ્તુ છે જેની લીધે સબંધ બગડી શકે છે.

૬. દર વર્ષે તમારી આવક વધારો

હાલમાં તમારી આવક જેટલી છે તેનાથી દર વર્ષે વધે તેવો પ્રયાસ કરવો જોઈએ.

જેની માટે અપણે બીજા માધ્યમનો સહારો લઇ શકીએ છીએ જેમકે ફ્રીલાન્સિંગ,ગૌણ આવક(Passive income),તમારી આવડતને વિકસાવો તથા બાજુમાં બિજનેસ કરો વગેરે.

નિષ્કર્ષ : 

તમારી જેટલી આવક છે તેમાંથી રોકાણ પણ કરવું જોઈએ અને આંનદ કરવામાં પણ વાપરવું જોઈએ.

રોકાણ શરૂ કરવાની અને વધારવાની યોજનાઓ માંથી તમને યોગ્ય લગતી કોઈપણ યોજનાથી પૈસાનું રોકાણ કરવું જોઈએ. જેથી આપણું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ અને મોજશોખ પણ પુરા કરી શકીએ.

પૈસા કમાઓ ,પૈસા બચાવો ,પૈસાનું રોકાણ કરો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.

Sharing is caring!

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

 

Scroll to Top